ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાૅંગ્રેસ પાર્ટીમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાનો કાૅંગ્રેસનો ગઢ ગણાતા લુણાવાડા વિસ્તારમાં કાૅંગ્રેસ પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. અહીં કાૅંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ૨૦૦ કાર્યકરો સાથે કાૅંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જાેડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડાને કાૅંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
છેલ્લા કેટલાય સમયથી હીરાભાઈ પટેલ કોંગ્રેસના પ્રખર કાર્યકર તરીકે રહીને કામગીરી રહ્યા હતા. હીરાભાઈ પટેલ ૨૦૦૭થી ૨૦૧૨ અને ૨૦૧૨થી ૨૦૧૭ એમ બે ટર્મ, એટલે કે ૧૨મી અને ૧૩મી વિધાનસભામાં કાૅંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હીરાભાઈ પટેલ હવે કાૅંગ્રેસથી નારાજ થઇને કાૅંગ્રેસમાં કામ કરતા અન્ય સક્રિય કાર્યકરો અને પાર્ટીના પૂર્વ હોદેદારો સહિત ૨૦૦ લોકો સાથે વિધિવત રીતે ભાજપમાં જાેડાશે. હીરાભાઈ પટેલ આગામી ૨૧/૨/૨૦૨૨ના રોજ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે.
ભાજપમાં જાેડાઈને ભાજપ પાર્ટીમાં નિષ્ઠાપૂર્ણ કામગારી કરશે તેવું હીરાભાઈ પટેલનું કહેવું છે. તાજેતરમાં કાૅંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે કાૅંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. કાૅંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા જયરાજસિંહ એક સૂચક ટ્વીટ કર્યું હતું. લુણાવાડાના હીરાભાઈ પટેલ કાૅંગ્રેસને રામ રામ કરી રહ્યા છે ત્યારે જયરાજસિંહ પરમારનું વધુ એક સૂચન ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તેમણે હિન્દીમાં લખ્યું છે કે, કાલ કલકત્તા વાલી, તેરા વચન ન જાય ખાલી.
પાવાગઢ મહાકાળીના ચરણ સ્પર્શ કરીને વાયા લુણાવાડાથી કોબા, ગાંધીનગર. આ સાથે જ જયરાજસિંહ પરમારે પોતાના ટ્વીટમાં એવું હેઝટેગ પણ મૂક્યું છે. ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ પરમારે તાજેતરમાં કાૅંગ્રેસ પાર્ટીમાં તેમની સતત ઉપેક્ષી થતી હોવાનું કહીને તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. કાૅંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાઈ શકે છે.