તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ અનેક કોંગ્રેસના કાર્યકર્તાની ઘર વાપસી તો છે. બનાસકાંઠાના દિયોદર ખાતે ભાજપની સભામાં અને ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પર હુમલો થયો હતો. તેના વિરોધમાં ભાજપના કાર્યકર્તા પ્રકાશ ચૌધરીએ રાજીનામુ ધરી દીધું છે. આવનારા સમયમાં કોંગ્રેસમાં જોડાય તેવા સંકેત મળી રહ્યા છે.
બે દિવસ આગાઉ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં અટલ ભુજ યોજનાની મિટિંગ યોજાઈ હતી જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પર હુમલો થયો હતો તેને અનેક લોકોએ વખોડી કાઢ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય પ્રકાશ ચૌધરીએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓની સાથે આવનારા સમયમાં મોટી સંખ્યામાં દિયોદર વિધાસભામાંથી યુવાનો કોંગ્રેસમાં જોડાશે એવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી
ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ
સભ્ય અને યુવા આગેવાન પ્રકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે ભાજપના રાજમાં બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે. વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી છે પણ નોકરી નથી. ભાજપ પક્ષમાં લોકશાહી રહી નથી પણ હિટલરશાહી છે અને યુવાનોને લીડરશીપ આપી શકે તેમ નથી. કોંગ્રેસ પક્ષમાં લોકશાહી છે અને સામાન્ય ઘરનો યુવાન પણ લીડર બની શકે છે તેવું તેઓએ જણાવ્યું હતું.