આજે અકસ્માતમા ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પોલીસ જવાનો જયુપર પાસે ભાબરુ પાસે રાત્રે 2 વાગ્યા અકસ્માતનો ભોગ બન્યા છે.
તેઓ હરિયાણાથી આરોપીને લઇને ગુજરાત આવી રહ્યા હતા અને તે દરમિયાન જ જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર વ્રુક્ષ સાથે ગાડી અથડાઈ જતા 1 આરોપી અને 4 જવાનોના મોત થયા છે.
શહીદ થયેલા 4 પોલીસ જવાનમા શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનુભાઈના નામ સામેલ છે. અકસ્માત બાદ પસાર થતા વાહનચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરી અને તે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, દિલ્હીથી પરત આવી રહેલા, જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના.