જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા રિલાયન્સ મોલ સાથે છેતરપિંડી આચરી છ શખ્સોએ રૂપિયા ૬૩ લાખનું કરી નાખ્યાની ઘટના સામે આવી છે. જેમાં હલકી ગુણવત્તા વાળો સામાન પધરાવી દઈ રૂપિયા ૩૫ લાખની તેમજ રૂપિયા ૨૬ લાખનો ઓછો માલ મોકલી કુલ ૬૩ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા હાઈવે પર ખાવડી ગામ નજીક આવેલા રિલાયન્સ મોલમાં નોકરી કરતા જાેનસિંગ ભગવાનજી ચાવડાએ આ પ્રકરણ સંદર્ભે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર મોલમાં લઈ આવવામાં આવતા સામાનમાં ઓછો માલ મોકલી તેમજ અમેરિકન શક્કરિયા ગુણવત્તા હલકી પધરાવી દઈ છ આરોપીઓએ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ ના એક વર્ષના ગાળા દરમિયાન છેતરપિંડી આચરી હતી.
જે અંગે જામનગરના ધરાનગર ૨ માં રહેતા જયપાલસિંહ ચુડાસમા, રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, તેના રામ તેમજ ઉત્તર પ્રદેશના રામકિશોર તિવારી અને સચિન સિંહ શૈલેન્દ્રસિંહ નામના છ શખ્સોએ સામે નામજાેગ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
છ શખ્સો સામે રૂપિયા ૬૩ લાખની છેતરપિંડીની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર હલકી ગુણવત્તા વાળો મોકલી દઈ રૂપિયા ૩૫ લાખ તેમજ ઓછો માલ મોકલી ૨૬ લાખ એમ કુલ ૬૩ લાખ રૂપિયા આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા. આ ફરિયાદના આધારે મેઘપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ બનાવી છે.