એપ્રિલથી જૂન વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે (એપ્રિલ 1) જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દ્વીપકલ્પના વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન સુધી મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે. વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં પણ વરસાદની આગાહી કરી છે. વિભાગનું કહેવું છે કે એપ્રિલમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ઉત્તરપશ્ચિમ, મધ્ય અને દ્વીપકલ્પના મોટાભાગના ભાગોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે જ્યારે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
આ રાજ્યોમાં આકરી ગરમી પડશે
તીવ્ર ગરમીની સંભાવના અંગે IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં વધુ ગરમી પડવાની સંભાવના છે. IMD એ જણાવ્યું હતું કે 2023 માં ઉનાળાની ઋતુ (એપ્રિલ થી જૂન) દરમિયાન, દક્ષિણ દ્વીપકલ્પના ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
દક્ષિણ ભારતમાં કેવું રહેશે તાપમાન?
તેમણે કહ્યું કે દક્ષિણ દ્વીપકલ્પના ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા નીચે રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ ભારતના દૂરના ભાગો અને દ્વીપકલ્પના વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા તેનાથી ઉપર રહેવાની શક્યતા છે.