ગાંધીનગરમાં પોલીસના દિકરાની ખુલ્લેઆમ દાદાગીરી, નબીરાએ મહીલાને કચડી નાખી, લોકોનો પિત્તો ગયો અને પછી…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarati News :  રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક નબીરાએ બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જ્યો છે. અમદાવાદમાં બનેલી તથ્ય વાળી ઘટનાની હજી શ્યાહી સુકાઈ નથી. ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં (gandhinagar) સત્યાગ્રહ છાવણી (Satyagraha camp) ખાતે બેફામ ગાડી ચલાવી મહિલાને કચડી નાખી હતી. ‘પોલીસનો છોકરો છુ,’ તેમ કહી રોફ જમાવનારા નબીરા પર લોકો રોષે ભરાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.

pg in gandhinagar

રોફ જમાવનારા નબીરા પર લોકો રોષે ભરાયા

ગાંધીનગરમાં નબીરાએ સર્જેલા અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બેફામ ગાડી ચલાવી મહિલાને કચડી રોફ જમાવવા જતાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. નબીરાએ ટોળા પર પોલીસ પુત્ર હોવાનું કહી રોફ જમાવવા પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાને સ્થળે આવી પહોંચેલી પોલીસે ટોળું વિખેરવા પ્રયાસ કર્યો હતો, અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

 

 

મુખ્યમંત્રી નિવેદન આપતા’તા ત્યારે જ તેમના પગ પાસે સાપ આવ્યો, કહ્યું- બાળપણમાં હું તેને ખિસ્સામાં લઈને ફરતો હતો

આ લોકો નહીં જીવવા દે! હવે તો કેશ ઓન ડિલિવરીમાં પણ ઓનલાઈન શોપિંગમાં મોટો ખતરો, જાણી લો ફટાફટ

રાજકોટમાં એક જ દિવસમાં અકસ્માતના ત્રણ બનાવો

રાજકોટ શહેરમાં એક જ દિવસમાં અકસ્માતના ત્રણ જેટલા બનાવો સામે આવ્યા છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધાપર ઓવર બ્રિજ પાસે આઈકર વિભાગની પ્રાઇવેટ કારના ચાલક દ્વારા ત્રણ જેટલા વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, એક્સેસ ટુ વ્હીલર, આઇ 20 કાર તેમજ સીટી બસમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કારની સ્પીડ 120થી ઉપર હતી તેમજ કારચાલકે નશો કર્યો હતો. સમગ્ર બનાવવામાં કારચાલકને ઈજા થઈ હોવાથી તેને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 


Share this Article