વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024:  ગુજરાતમાં આવે દેશ નહીં પરંતું વિશ્વભરના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પધાર્યા છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે. 2014 પછી ભારતની પ્રગતિમાં એકસાથે વધારો થયો છે.

ગૌતમ અદાણીએ વિશાળ સભાને સંબોધતા કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત એ PM મોદીના અસાધારણ વિઝનનું અદભૂત અભિવ્યક્તિ છે.  2014 થી ભારતની GDP 185 ટકા વધી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશનાં રાષ્ટ્રપતિઓ, ગર્વનર, વડાઓ સહિત દુનિયાભરનાં ઉદ્યોગપતિઓ પધાર્યા છે. ત્યારે બિઝનેસમેન ગૌતમ અદાણી પણ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લીધો હતો.

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, દરેક વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનો મને ગર્વ છે. તેમજ 2014 થી ભારતનો GDP અને કેપિટલ ઈન્કમમાં વધારો થયો છે. ત્યારે સોલાર એનર્જી અને જી-20 નાં કારણે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે.

હજુ ઘણું બધુ સારૂ થવાનું છે. આગામી 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણનાં લક્ષ્યાંકમાંથી 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપને મૂળભૂત રીતે પુનઃનિર્માણ કરવા માટે અમારા તમામ રાજ્યો સ્પર્ધા અને સહકાર સાથે આગળ વધે છે.

ગૌતમ અદાણી 5 વર્ષમાં 2 લાખ કરોડનું કરશે રોકાણ

કચ્છનાં ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને તે પ્રકારનો પ્લાન્ટ નાંખીશું. તેમજ ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું. તેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર, અને સમિનેટ પ્રોજેક્ટ પર ભાર મુકવામાં આવશે.

Video: ક્રિકેટ મેચમાં રન દોડતાં દોડતાં જ ઢળી પડ્યો ખેલાડી, CPR આપવા છતાં હાર્ટએટેકથી મોત

આજે અને કાલે મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો શિયાળાની ઠંડી વચ્ચે ક્યા જિલ્લામાં મેહુલિયાના મંડાણ થશે!

Photo: રામ મંદિરના દરવાજાનો પહેલો ફોટો આવ્યો સામે, જાણો ક્યારે ખૂલશે તમામ દરવાજાઓ?

તેમજ અદાણી દ્વારા ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરાશે. તેમજ ગુજરાતમાં 1 લાખ નવી રોજગારીનું નિર્માણ થશે.


Share this Article