દર વર્ષની જેમ આ વર્ષે પણ જીનીયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડીયા દ્વારા 8માં જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ્સ 2023નું અદભૂત આયોજન અમદાવાદમાં હોટેલ પ્રાઈડ પ્લાઝા ખાતે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરે ભાગ લીધો હતો. જેવી રીતે એક હીરાની પરખ ઝવેરીને સારી રીતે હોય છે તેવી જ રીતે આ સંસ્થા પણ દેશભરમાંથી શહેરથી લઈને ગ્રામ્ય ક્ષેત્રે જિલ્લાથી લઈને કસબા સુધી જીનીયસ રેકોર્ડ હોલ્ડરને શોધી તેમને નવાજવાનું કામ બહું જ સારી રીતે કરે છે.
આ પ્રસંગે આયોજન કરનાર વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડીયા તથા જીનીયસ ફાઉન્ડેશનના ફાઉન્ડર તથા પ્રેસિડેન્ટ પાવન સોલંકીએ કહ્યું કે, લોકોમાં રહેલી કલા અને કૌશલ્યને નિખરવાનો મોકો મળે તેમજ દુનિયા સમક્ષ પોતાનું આગવું નામ આ રેકોર્ડ હોલ્ડર મેળવે તે હેતુથી આ આયોજન અમે કરતા આવ્યા છીએ. ગત વર્ષે પણ કોરોનાની સ્થિતિ હતી ત્યારે થોડો સમય આ સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ પણઅમે આ પરંપરા જાળવી રાખતા અમદાવાદ તેમજ મુંબઈ ખાતે છઠ્ઠો અને સાતમો જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ સમારોહ યોજ્યો હતો. જેમાં લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મહાનુભાવોને એનાયત કરાયા હતા.
આ પણ વાંચોઃ
OMG! શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનનો ભયંકર અકસ્માત થયો, નાકમાંથી લોહી નીકળવા લાગ્યું, સર્જરી કરવી પડી
ધારો કે આજે જ થઈ જાય લોકસભાની ચૂંટણી તો કોની સરકાર બનશે? સર્વેમાં આંકડા જોઈને ચોંકી જશો
ઓડિશા ત્રિપલ ટ્રેન અકસ્માતમાં અસલી ખુલાસો થઈ ગયો, આ કારણે 3 ટ્રેનો અથડાઈ અને 293 લોકો મરી ગયાં
ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં જેટલી વિવિધતા છે એટલી જ વિશેષતા દરેક વ્યક્તિમાં છુપાયેલી જોવા મળે છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાંથી પણ ઘણા રેકોર્ડ હોલ્ડર આજે વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડીયા તથા જીનીયસ ફાઉન્ડેશનના કારણે અલગ નામના મેળવી ચૂક્યા છે. રેકોર્ડ વિવિધ ક્ષેત્રે જેમ કે, લોકોની કલા ઉપરાંત શિક્ષણ, સામાજિક, રાજકીય સહિતના વિવિધ ક્ષેત્ર ઉપરાંત કુશળતાપાત્ર લોકોને તેમનાં પ્રેરણારૂપ કાર્યો બદલ પણ આપવામાં આવે છે.