વડોદરા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની દીકરીને કરંટ લાગતા મોત, બેદરકારી કે નસીબ? ચારેકોર આક્રંદનો માહોલ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News :  વડોદરા શહેરમાં એક આઘાતજનક ઘટના બની છે. વડોદરાના  સાવલી જિલ્લા તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલી પાઠશાળા નામની હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું એક કાર્યક્રમ વખતે વીજ કરંટ લાગવાથી મોત થયું  છે. 15 વર્ષની ખુશી તીરધરના મોતને કારણે શાળા અને પરિવાર બંનેમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક રિપોર્ટમાં વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મોત થયાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

 


Share this Article
TAGGED: