પરિવાર સાથે મળીને ઉજવાતો તહેવાર રક્ષાબંધન નિમિતે ગીતાબેન રબારીએ અલગ રીતે આ પર્વની ઉજવણી કરી હતી. ગઈકાલે ગીતાબેન રબારી ખાસ ભુજ ગયા હતા અને ત્યાં ફરજ પર રહેલા સીમા સુરક્ષા બળના જવાનોને રાખડી બાંધી હતી.
ગીતાબેન રબારીની આ રક્ષાબંધનની અનોખી ઉજવણીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. BSF જવાનોને રાખડી બાંધતા ગીતાબેન રબારીની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા છે.
આ સાથે ગીતાબેન રબારીએ બીએસએફના જવાનો માટે ગીત પણ ગયું હતું. દેશભક્તીના ગીતોથી આખુ વાતાવરણ પ્રફુલ્લીત થઈ ગયુ હતુ અને BSFનાં જવાનો પણ ઝૂમી ઉઠ્યા હતા.
કોઈ પણ તહેવાર હોય કે ઘરના પ્રસંગો હોય છતા પણ તેમના પરિવારથી દુર રહીને દિવસ-રાત દેશની સુરક્ષા કરી રહેલા જવાનોની ગીતાબેન રબારીએ પ્રસંશા કરી હતી અને બીજી તરફ આ રીતે રક્ષાબંધન ઉજવણી કરવાની તેમની રીતના પણ લોકો વખાણ કરી રહ્યા છે.
ગીતાબેન રબારીની બીએસએફના જવાનો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
આ તસ્વીરો અને વિડીયો ખુબ જ વાયરલ થતા બોલીવુડનાં જાણીતા એક્ટર ધર્મેન્દ્ર એ પણ તેમના માટે ટ્વિટ કર્યુ હતુ.
ધર્મેન્દ્રએ ટ્વીટર પર ગીતાબેન રબારીની તસ્વીર શેર કરતા લખ્યુ હતુ કે ‘સૌથી પ્રેમાળ બહેન, હું તમને સેલ્યુટ કરું છું.’