રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખી દુનિયામાં જોવા મળી રહી છે. વિશ્વભરના દેશોમાં સોના-ચાંદીના ભાવ પર તેની અસર પડી રહી છે અને ગુજરાતમા પણ તેની અસર વર્તાઈ રહી છે જેના કારણે ગુજરાતના સોના-ચાંદી બજારમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આજે ગુજરાતમાં એક ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 4843 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 5208 રૂપિયા છે.
આ સાથે આ જ કિંમત 22 કેરેટ સોનાના 10 ગ્રામ માટે 48430 અને 24 કેરેટ માટે 52080 છે. એટલે કે 2 માર્ચની સરખામણીમાં 3 માર્ચે ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
*સુરતમાં શું છે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ?
1 ગ્રામ સોનાની કિંમત – 4 હજાર 738 રૂપિયા
8 ગ્રામ સોનું – 37 હજાર 904 રૂપિયા
10 ગ્રામ સોનું – 47 હજાર 380 રૂપિયા
100 ગ્રામ સોનું – 4 લાખ 73 હજાર 800 સો રૂપિયા
સુરતમા શુ છે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ?
1 ગ્રામ સોનાની કિંમત – 5 હજાર 168 રૂપિયા
8 ગ્રામ સોનું – 41 હજાર 344 રૂપિયા
10 ગ્રામ સોનું – 51 હજાર 680 રૂપિયા
100 ગ્રામ સોનું – 5 લાખ 16 હજાર 800 રૂપિયા
બીજી તરફ ગુજરાતમાં આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે. ચાંદીની કિંમત 72.60 રૂપિયા પ્રતિ ગ્રામ છે. 2 માર્ચે 1 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 4874 છે, 2 માર્ચે 24 કેરેટ સોનાની કિંમત 5239 રૂપિયા હતી. 1 માર્ચના રોજ 1 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 4794 હતી જે 2 માર્ચે 24 કેરેટ સોનાનો ભાવ 5159 હતો. બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો આજે શહેરમાં 22 કેરેટ સોનાનો એક ગ્રામનો ભાવ 4,738 રૂપિયા છે. ચાંદી 67.30 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.