Business News: સોનાના ભાવમાં ફરીથી રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે અને લોકોના પણ ભાવ સાંભળીને હાજા ગગડી ગયા છે. આજે સવારની વાત કરીએ તો 11.00 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 1.51 ટકાના વધારા સાથે 66,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે વેચાઈ રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 1.56 ટકાના વધારા સાથે 76,487 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી રહી છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક તોલું સોનું 67,470 રૂપિયામાં મળે છે જ્યારે વડોદરામાં 24 કેરેટનું એક તોલું સોનું 67,470 રૂપિયામાં જ મળી રહ્યું છે.
રંગોના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હોળીના તહેવાર પહેલા બુલિયન માર્કેટમાં ઉતાર-ચઢાવનો સમય છે. ગુરૂવારે (21 માર્ચ) સોનાની કિંમતમાં ફેરફાર થયો એ જાણીને લોકોને એમ થયું છે કે હવે હોળી બગડી જશે. ચાંદીના ભાવમાં પણ એવો જ વધારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટીના કારણે સોના અને ચાંદીની કિંમત દરરોજ વધતી અને ઘટી રહી છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
સોનાના ભાવમાં થયેલા જંગી વધારા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે બુધવારે યુએસ ફેડની બેઠક પૂરી થયા બાદ સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ વધી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે ભાવ વધુ વધી શકે છે. એમસીએક્સ પર સોનાના ભાવ રૂ. 67,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2250 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.