અમદાવાદ એરપોર્ટ પર જાણે મોટો ચમત્કાર થયો, ટોયલેટમાંથી મળ્યું અધધ ૪૫ લાખનું સોનું, અધિકારીઓ હાંફી ગયા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના ટોયલેટમાંથી 45 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. આ સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યું હતું. કહેવાય છે કે એરપોર્ટના હાઉસકીપિંગ સુપરવાઈઝરને 800 ગ્રામ સોનું મળ્યું હતું, તેની કિંમત 45 લાખ રૂપિયા હતી. સુપરવાઈઝરે તે સોનું કસ્ટમને આપી દીધું. તેમની આ કામગીરીને જોતા સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેણીનું સન્માન પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.

 

એરપોર્ટના ટોયલેટમાંથી 45 લાખ રૂપિયાનું સોનું મળ્યુ

મળતી માહિતી મુજબ ગુરુવારે એરપોર્ટના હાઉસકીપીંગ સુપરવાઈઝર હરવિન્દર નારુકા ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 પર સ્ટાફ દ્વારા ટોઈલેટની સ્વચ્છતાની ચકાસણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ એરપોર્ટના  શૌચાલયની ફ્લશ ટાંકી ખુલ્લી જોઈ તેમણે ત્યાં તપાસ કરી હતી. આ દરમિયાન તેમાંથી પ્લાસ્ટિકની બે થેલીઓ કાઢી લેવામાં આવી હતી જેમાં બે સોનાની બંગડી હતી. બંને બંગડીઓનું વજન 400 ગ્રામ હતું.

 

સમગ્ર મામલે તપાસ ચાલુ

આ વિશે માહિતી આપતા નારુકાએ કહ્યું કે અબુ ધાબીની ફ્લાઈટ મારા ટોઈલેટની તપાસ કરતા પહેલા આવી ગઈ હતી. આશંકા છે કે કોઈ મુસાફર સોનું લઈને નીકળી ગયો હશે. જો કે આ સોનું કોણ લાવ્યું અને કોણે ટોયલેટમાં મૂક્યું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.


Share this Article