ગુજરાતના સાબરકાંઠામાં રામ નવમી પર હિંસા બાદ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. પ્રશાસન હિંસામાં સામેલ આરોપીઓના ઘર અને દુકાનો તોડી પાડવામાં વ્યસ્ત છે. આ દરમિયાન સોમવારે જ તોફાનગ્રસ્ત હિમતનગર વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ પછી આજે સવારે જ્યારે વહીવટીતંત્રની ટીમો બુલડોઝર સાથે આવી પહોંવ્યુ હતુ તે પહેલા જ લોકોએ જાતે જ પોતાના ગેરકાયદેસર ધંધા હટાવવાનું શરૂ કરી દીધું હતું.
સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં 10 એપ્રિલે રામનવમીના શોભાયાત્રામાં થયેલા હંગામા બાદ પરપ્રાંતીયોની ગેરકાયદેસર ઈમારતો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે અન્ય ગેરકાયદે ધંધા પણ દૂર કરવામાં આવી રહ્યા છે. પરંતુ બુલડોઝરનો એટલો ડર છે કે લોકો જાતે જ જગ્યા છોડી રહ્યા છે.
10 એપ્રિલે સાબરકાંઠામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા કાઢવામાં આવેલી રામ નવમીની રેલી પર બીજી બાજુના લોકોએ પથ્થરમારો કર્યો હતો. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં VHP રામ નવમી યાત્રા કાઢી રહી હતી. આ દરમિયાન પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હંગામો વધી ગયો અને આગચંપીનો બનાવ બન્યો.
આ બાબતની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. બદમાશોએ પોલીસના વાહનો સહિત અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસ બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં એસપી સહિત એક ડઝન પોલીસકર્મી ઘાયલ થયા છે.