અમદાવાદ શહેર ખાતે રવિવારના રોજ કચ્છી નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ પછીના પહેલા રવિવારે કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા કચ્છીઓ માટે સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. દિનેશ હોલમાં આયોજિત કાર્યક્રમમાં મૂળ કચ્છના વતની અને અમદાવાદમાં વસવાટ કરતા ઉદ્યોગ સાહસિકો, વ્યાપારી, બિઝનેસમેન સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી સમાજ, અમદાવાદ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં કચ્છીઓ એક મેકને વ્હાલભેર મળ્યા હતા અને એક બીજાને કચ્છી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મીની કચ્છના દર્શન થયા હતા. શ્રી કચ્છી સમાજ અમદાવાદ દ્વારા તા. ૨૫ જુન, ૨૦૨૩ના રોજ દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે નુતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કચ્છ સાથે સંકળાયેલા સભ્યોએ આ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો. પરિવાર સાથે બેસીને માણી શકાય તેવું સામાજિક કોમેડી ગુજરાતી નાટક સૌએ માણ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયે સૌ સભ્યો ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા. આ પ્રસંગે તમામ જ્ઞાતિના કચ્છ સાથે સંકળાયેલા વિવિધ ઘટક સમાજના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અશોકભાઈ મહેતા તથા મંત્રી અને કન્વીનર હિમાંશુભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે કાર્યક્રમના ચાર ચાર લગાવી દીધા હતાં.
આયોજકોની પ્રશંસા કરાઈ
કચ્છી સમાજ દ્વારા મૂળ કચ્છના વતની માટે કચ્છી નવા વર્ષની શુભેચ્છા પેટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનમાં ઉપસ્થિત દાતાઓ, કાર્યકરો સહિતના લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ અત્યંત સુંદર અને સફળ રહ્યો હતો. જેને લઈને અહીં ઉપસ્થિત તમામ લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી. અમદાવાદ શહેરના દિનેશ હોલમાં મીની કચ્છનો માહોલ જાેવા મળ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ ભવિષ્યમાં પણ કચ્છી સમાજ આવા કાર્યક્રમનું આયોજન કરતો રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.
કચ્છી લોકો સાથે સંકળાયેલ નાટક ‘આવ જે’ જોઈ લોકો પેટ પકડી હસ્યાં સાથે આંખો પણ ભીની કરી
હંમેશાની જેમ આ વર્ષે પણ કચ્છી સમાજ અમદાવાદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે સામાજિક સંદેશ આપતા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વખતે ‘આવ જે’ અમે આવીશું, તો તને ગમશે… પણ તુ આવશે તો અમને બધાયને ગમશે. નામનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કોમેડી અને સામાજિક સંદેશ આપતા નાટકને નિહાળી હોલમાં ઉપસ્થિત ખીચો ખીચ જનમેદની પેટ પકડીને હસી હતી.
ગુજરાતમાં બારે મેઘ ખાંગા, માત્ર 6 કલાકમાં 62 તાલુકામાં અનરાધાર વરસાદ, સુરતમાં તો વાદળ ફાટ્યું
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
તો બીજી તરફ પારિવારિક મુશ્કેલીમાં સ્વજનો કે જેઓ નિસ્વાર્થ સંબંધ ધરાવે છે તેઓ કઈ રીતે મદદરૂપ બને છે. તેવા સંવાદ સાથેનો અભિનય જાેઈ અનેક લોકોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. સમગ્ર અમદાવાદમાંથી ઉપસ્થિત રહેલા કચ્છીમાડુઓએ આ નાટકને ખુબ જ વખાણ્યું હતુ.