લંડનની ધરતી પર લોકડાયરાની જમાવટ અવારનવાર થતી રહેતી હોય છે. ત્યારે 7 સ્ટાર એન્ટરટેઈનમેન્ટ અને સમાજમિત્ર એન્ટરટેઈનમેન્ટ યુકેના એસોસિએશન દ્વારા 17 જૂન યુકે લિસેસ્ટર સિટી અને 24 જૂને લંડનમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો.
આ લોકડાયરામાં બેન શ્રી ગીતાબેન રબારી, રાજભા ગઢવી અને ઉમેશ બારોટે લોકોને જમાવટ કરાવી હતી અને આપણી સંસ્કાર તેમજ સંસ્કૃતિની વાતો કરી હતી. દરેક ગીત અને ખમતીધર વાતો પર પાઉન્ડનો વરસાદ થયો હતો.
આ લોકડાયરામાં શૈલેષભાઈ સગર, નાગાર્જુન અગાથ, ખેમરાજ ગોહેલ અને દિલીપ ભાઈ શાસ્ત્રીના જાણાવ્યા મુજબ બહોળી સખ્યામાં મહેર, પટેલ, સગર સમાજ , પ્રજાપતિ , લોહાણા , વગેરે સમાજ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો.
તો વળી આ પોગ્રામમાં દેવિસિહ પટેલ, રાજુભાઇ, પ્રતાપ ભાઇ ખુટી એમ સૌના સહિયારા પ્રયાસથી લંડનમાં આ વર્ષે પણ દર વર્ષની જેમ લોક ડાયરાની જમાવટ જોવા મળી હતી અને લોકો ઝૂમી ઉઠ્યા હતા.
સાથે જ ગુરુજી રાજરાજેશ્વર જી, લોડઁ ડોલર પોપટ તેમજ દરેક સમાજના આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉષ્માભેર ભાગ લીધો હતો.