ગુજરાત સાયન્સ સિટી ખાતે વિજય નહેરાની હાજરીમાં એપ ડેવલપર્સ માટે ‘કનેક્ટ વિથ ગૂગલ’ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ અને ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી. વદરની ઉપસ્થિતિમાં એપ ડેવલપર્સ માટેના ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમ ‘કનેક્ટ વિથ ગૂગલ’નો ઉદઘાટન સમારંભ યોજાયો. ગુજરાતના એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવા માટે અને કૌશલ્ય નિર્માણના હેતુથી ગુજરાત સરકારના સહયોગથી ગૂગલ દ્વારા આ ખાસ ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા કાર્યક્રમમાં આશરે 500 જેટલા એપ ડેવલપર્સ ભાગ લેવાના છે.

આ પ્રસંગે સાયન્સ અને ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ ઉપક્રમ અંગે ગૂગલ અને સાયન્સ સિટીની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે સાયન્સ સિટી તેના સાયન્સ અને ટેકનોલોજી આધારિત રસપ્રદ ઉપક્રમોના લીધે ખૂબ જ લોકપ્રિય બની છે. રોજના 3થી 5 હજાર મુલાકાતીઓ સાયન્સ સિટી કેમ્પસની મુલાકાત લઈને દેશની સૌથી મોટી એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક સહિતના ઉપક્રમોની મુલાકાત લઈ રહ્યાં છે. આગામી દિવસોમાં મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત અન્ય રસપ્રદ ઉપક્રમો સાયન્સ સિટી ખાતે ઉપલબ્ધ બનશે.

વધુમાં વાત કરતાં વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સાયન્સ સિટીને દેશનું સૌથી મોટું સાયન્સ પાર્ક બનાવવાનું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. આજે ગુજરાત સાયન્સ સિટી તેના વાઇબ્રન્ટ કેમ્પસ અને અનેકવિધ માહિતીસભર સાયન્સ અને ટેકનોલોજી આધારિત ઉપક્રમોને લીધે સાયન્સ પોપ્યુલરાઈઝેશન ક્ષેત્રે દેશના જાણીતા સેન્ટરોમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે.

સાયન્સ સિટી આજે અનેકવિધ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે સંકલન કરીને સાયન્સ અને ટેકનોલોજીની આધુનિક પદ્ધતિઓના માર્ગદર્શન અને પ્રચાર-પ્રસાર સાથે લોકોને જોડવાનું ભગીરથ કામ કરી રહી છે. ઈસરો, આઇઆઇટી ગાંધીનગર, ગૂગલ જેવી ઘણી સંસ્થાઓ સાથે સંકલન સાધીને સાયન્સ સિટી અવનવા કાર્યક્રમો યોજતી રહે છે, જેના લીધે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જનભાગીદારી અને જાગૃતિ વધી રહી છે.

ગુજરાતમાં આઈટી ક્ષેત્રે થયેલી નોંધપાત્ર કામગીરી અંગે વાત કરતા વિજય નેહરાએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે આઈટી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આઈટી ક્ષેત્રે ઘણી વૈશ્વિક કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને આવનારા સમયમાં ઘણી કંપનીઓ ગુજરાતમાં આધુનિક આઇટી ટેકનોલોજી ક્ષેત્રે રોજગારી ઊભી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં ગૂગલના આગમન અને તેની કાર્યપદ્ધતિ વિશે વાત કરતા વિજય નેહરાએ જણાવ્યું હતું કે, ગૂગલ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં તેનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર સ્થાપવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં અનેકવિધ આવા કૌશલ્યવર્ધન કાર્યક્રમ થકી ગુજરાતના 10,000થી પણ વધુ એપ ડેવલોપર્સને કનેક્ટ કરવાનો ગૂગલનો લક્ષ્યાંક છે. ગુજરાતના એપ ડેવલોપર્સે આ તકને ઝડપીને કૌશલ્યવર્ધન માટે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આગામી દિવસોમાં ગુજરાતના એપ ડેવલોપર્સ ગ્લોબલ યુઝર બેઝને ટાર્ગેટ કરી શકશે તથા ક્વોલિટી એપ્સ ડેવલપ કરી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આઈટી અને એપ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત સરકારના પ્રયાસો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત સરકાર નવી આઇટી પોલીસી અને નવી સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરવાનું આયોજન છે. આ પોલીસી અંતર્ગત આઇટી સહિત વિવિધ ક્ષેત્રે કામ કરી રહેલા સ્ટાર્ટ અપ અને ડેવલપર કમ્યૂનિટીને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સુચારું ઇકો સિસ્ટમ બનાવવાનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ‘કનેક્ટ વિથ ગૂગલ’ કાર્યક્રમમાં એક સફળ એપ બિઝનેસનું કઈ રીતે નિર્માણ કરવું તે અંગેના મુખ્ય પાસાંઓ અંગે એપ ડેવલપર્સને શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. એપ ડેવલપર્સને કઈ રીતે હાઈ ક્વોલિટીની એપ બનાવવી અને તેને ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરવી તથા એપ્લિકેશનના યુઝર કઈ રીતે વધારવા તે અંગે તેમજ મોનેટાઈઝની નીતિઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

સના ખાન ક્યાં છે? નાગપુરથી જબલપુર ગયેલી ભાજપની મહિલા નેતા આટલા દિવસથી અચાનક ગુમ થતાં હંગામો મચી ગયો

ટામેટાંના વધતા ભાવ પાછળ કોનો છે આખો ખેલ? જાણો કેમ અચાનક ભાવ વધી ગયા, હક્કા બક્કા રહી જશો

સાવચેત જ રહો! વિશ્વ પર મંડરાઈ રહ્યો છે ખતરનાક કોરોનાના નવા સ્વરૂપનો ખતરો, ભારતમાં પહેલેથી જ હાજર છે

આ કાર્યક્રમમાં ગૂગલના નિષ્ણાતો, પ્રખ્યાત એપ્લિકેશનના નિર્માતાઓ તેમજ એપ-બિઝનેસ સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા સહભાગી થયેલા એપ ડેવલપર્સને શિક્ષણ અને તાલીમ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કનેક્ટ વિથ ગૂગલ’ શ્રેણીનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલાં ગત માર્ચ મહિનામાં પ્રથમ કાર્યક્રમનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૂગલના કસ્ટમર સોલ્યુશન વિભાગના ડાયરેક્ટર શ્રી શાલિની, ગૂગલ અને સાયન્સ સિટીના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં એપ ડેવલપર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly