ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાવાની છે. 89 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ માટે ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર તેજ બન્યો છે. વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આજે કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે શનિવારે સવારે પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની ચૂંટણીને લઈને ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ગુજરાતના યુવાનોને રોજગારથી લઈને શિક્ષણ, ખેડૂતો, મહિલાઓ અને શાળાના બાળકો માટેના વચનો આપવામાં આવ્યા છે.
ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવીશું. #અગ્રેસર_ગુજરાતનો_સંકલ્પ pic.twitter.com/FJSiREo9oy
— BJP Gujarat (@BJP4Gujarat) November 26, 2022
ખેડૂતોના માર્કેટિંગ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે.
25 હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઈ વ્યવસ્થાને મજબૂત બનાવશે.
500 કરોડનો ખર્ચ કરીને ગૌશાળાઓને મજબૂત બનાવીશું.
એક હજાર વધારાની મોબાઈલ વેટરનરી હોસ્પિટલ શરૂ કરશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે સી ફૂડ પાર્ક તૈયાર કરશે.
યુવાનો માટે 20 લાખ નોકરીઓ વિકસાવવામાં આવશે.
મા કાર્ડ યોજનાનો લાભ વધુ લોકોને મળે એ માટે આવક મર્યાદામાં વધારો થશે.
પોલીસ, આરોગ્ય અને શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં 1 લાખ નવી નોકઓ ઊભી કરાશે.
શ્રેષ્ઠ શાળા તૈયાર કરવા માટે રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
દેશનો પહેલો બ્લુ ઈકોનોમી ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર તૈયાર થઈ જશે.
રાજ્યમાં સ્માર્ટ વિલેજ અને સ્માર્ટસિટી માટેના ફંડમાં વધારો.
₹1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સનું આધુનિકીકરણ કરવામાં આવશે
₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરૂ કરાશે
આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરાશે.
સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે.
વ્હાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે.
આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે
KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ અપાશે, 1 લાખ સરકારી નોકરી મહિલાઓને અપાશે.
દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે, ખાસ ગેલેરી પણ બનાવવામાં આવશે.
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇવે ગ્રીડ બનાવવામાં આવશે.
ગુજરાતને 1 ટ્રિલિયન ઈકોનોમી બનાવવામાં આવશે.
ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવીશું
અંબાજીથી ઉમરગામ સુધી આદીવાસી કોરિડોર
માછીમારો માટે વધુ સુવિધા અને રાહતો જાહેર થશે.
ગુજરાત ઓલિમ્પિક મિશન હેઠળ વિશ્વ કક્ષાના રમતગમત સુવિધા કેન્દ્રો બનાવવામાં આવશે
ફિશિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતને 04 અને 06 લેન રોડથી જોડશે. ફ્લાયઓવર બનશે.
શહેરોમાં વધુ કલાક માટે પાણી મળે એેની વ્યવસ્થા કરાશે.
ધોલેરા, ગિફ્ટસિટી આઇટી હબમાં વધુ રોકાણ અને રોજગારમાં વધારાનું વચન