Gujarat Politics: લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ 26 બેઠકો માટે 8 સીનીયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 26 લોકસભા બેઠક માટે સીનીયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આગામી સમયમાં કમલમ્ ખાતે બેઠક
આસામમાં વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 13 લોકોના મૃત્યુ, 30થી વધુ ઘાયલોની સારવાર ચાલુ
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો, આટલા પૈસા મોંઘુ થયું, હડતાળ કે પછી કોઈ બીજું કારણ??
મળતી માહિતી મુજબ લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.