હાલમા ભારતની રાજનીતિ પર નજર કરીએ તો ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ એવી છે કે હજુ સેનાપતિની રાહ જોઇ રહી છે. વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પદ પરથી દૂર થવાની રજૂઆત કરી હતી. પરંતુ કર્ણાટક ચૂંટણીના પગલે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ કોંગ્રેસનો નિર્ણય પેન્ડીંગ રહ્યો હતો. ત્યારે હવે એક નવો જ વંટોળ કોંગ્રેસમાં ઉભો થતો દેખાયો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દરબાર ખાતે પહોંચી ગયા છે.
હાલમાં ગુજરાત કોંગ્રેસમાં કંઈક એવું વાવાઝોડું આવ્યું છે કે નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામ મુદ્દે હલચલ ચાલી રહી છે. અગાઉ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પદ પરથી દૂર કરવા દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કોઇ આખરી નિર્ણય ન થતા હજુ બધું અધવચ્ચે જ છે. હવે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે સાથે બેઠક પૂર્ણ થઇ છે. જેથી કંઈક નવાજૂનીના એંધાણ પણ લાગી રહ્યા છે.
હવે જે નવા સમાચાર સામે આવ્યા છે એમાં વાત થઈ રહી છે કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રભારી અને નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે. કોંગ્રેસના જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ વાત કરવામાં આવે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા દિલ્હી હાઇકમાન્ડને રજૂઆત કરી દેવામાં આવી છે કે, તેમને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદથી મુક્ત કરવામાં આવે અને નવા કોઇ પીઢ નેતાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે.
આ પણ વાંચો
ATM કાર્ડ ઘરે ભૂલી ગયા તો ટેન્શન ન લો, હવે UPI એપની મદદથી પૈસા ઉપાડી શકશો, ફટાફટ જાણી લો કેવી રીતે
પરંતુ કોઇ નિર્ણય લઇ કરી શક્યું ન હતું. પરંતુ ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લઇ ચર્ચાએ જોર પક્ડયું છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય દિલ્હી ખાતે હાઇકમાન્ડને મળવા પહોંચ્યા છે. ત્યારે જોઈએ કે હવે શું નવાજૂની થાય છે અને કોનું નામ બહાર આવે છે.