ગુજરાત સરકારે આજે એક મોટો નિર્ણય લીધો જેનાથી ગરીબ પરિવારોને મોટી રાહત મળશે. હવાઈ તહેવારો નજીક આવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગે ગરીબોને ધ્યાનમા રાખી આ નિર્ણય લીધો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ માહિતી આપવામા આવી છે કે 200 રૂપિયાની આસપાસ મળતું સીંગતેલ હવે 100 રૂપિયે મળશે.
એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે અને બજારમા તેલના ભાવ આકશે પહોંચ્યા છે જેના કરણે ગરીબ પરિવારોને મુશ્કેલી થઈ રહી છે. આ માટે તેઓને સીંગતેલ માત્ર 100 રૂપિયાની કિંમતે આપવાની સરકારે જહેરાત કરી છે.