હવે નહીં ફૂટે કોઈ પેપર, સરકારે ભરતીની પરીક્ષાને લઈ મોટો નિર્ણય કર્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગુજરાત સરકાર તરફથી રાજ્યના અલગ અલગ સરકારી વિભાગમાં ભરતી કરવામાં આવતી હોય છે. જે પૈકી નક્કી કરાયેલા ઘારા ધોરણ અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળને આ ભરતીની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ભરતી કરવામાં આવતી હતી. પણ છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાના પેપર ફૂટી જવાના અને છબરડા થવાના કિસ્સાઓ વધતા સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.

છાશવારે થતા પેપરકાંડને રોકવા માટે સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરીને કોઈ જ ઉમેદવારને કોઈ પ્રકારનો અન્યાય ન થાય એ માટે ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણવિભાગના નિર્ણય બાદ આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય છે. ઉમેદવારની સંખ્યાને ધ્યાને લેતા એક દિવસ કરતા વધારે સમયમાં પણ આ કસોટી લેવાશે. પેપરલેસ પ્રક્રિયામાંથી ઉમેદવારે પસાર થવાનું રહેશે. ટૂંકમાં પરીક્ષા ઓનલાઈન આપવાની રહેશે.

નક્કી કરાયેલા સેન્ટરમાં જઈને આ પરીક્ષા આપવાની રહેશે. આ માટે કોમ્પ્યુટર એજન્સી પણ નક્કી કરવામાં આવી છે. એક સાથે 15000 વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની જાણીતી કંપની ટીસીએસને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવશે. બીટગાર્ડની પરીક્ષા પણ ગૌણ સેવા પસંદગી મંડળ ઓનલાઈનથી લેશે. જે એક અઠવાડિયાથી વધારે સમય સુધી ચાલશે. જેમાં ચાર લાખથી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ પહેલા રાજ્યના એજ્યુકેશન વિભાગે ઓનલાઈન એડમિશન માટે પોર્ટલ તૈયાર કર્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીએ ગુજરાત રાજ્ય સરકાર માન્ય કોઈ પણ કોલેજમાં એડશિન માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. એ પછી તેને જે તે કોલેજમાં એડમિશન મળી રહેશે. જોકે, હાલ આ સિસ્ટમ પહેલા સેમેસ્ટર પૂરતી જ મર્યાદિત કરવામાં આવી છે. એ પછી તમામ કોલેજ પાસેથી જરૂરી માહિતી મંગાવવા આવી હતી.


Share this Article