તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ વખતે પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી.
તલાટી કમ મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી હતી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.
JNUમાં આંદોલનકારીઓ માટે દંડ, વિરોધ કરવા બદલ 20,000 રૂપિયાનો દંડ, દેશવિરોધી નારેબાજી બદલ 10,000નો દંડ
સ્વેટર સાથે રેઇનકોટ રાખજો તૈયાર… અંબાલાલ પટેલની કડકડતી ઠંડી પહેલા માવઠાની આગાહી
“રાજસ્થાનમાં વસુંધરા રાજે બનવા માંગે છે મુખ્યમંત્રી..” કે પછી હશે ભાજપનો નવો ચહેરો?
ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.