Gujarat Weather Forecast: હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ બહુ જ ઓછી હોવાની આગાહી 7 દિવસ માટે કરેલી આગાહીમાં વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી (Paresh Goswami) દ્વારા 5મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવનાઓ નહિવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં જ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ સિવાયના ભાગો સૂકા રહેવાની તથા આગામી સમયમાં ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી એક્ટિવ સિસ્ટમ નથી અને નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ નથી જેના કારણે વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.
રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ (Abhimanyu Chauhan) દ્વારા બુધવારના રોજ સાત દિવસની આગાહી કરવામાં આવી હતી જેમાં માત્ર દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની શક્યતાઓ લગભગ નહિવત હોવાનું જણાવવામાં આવ્યું છે.
અભિમન્યુ ચૌહાણે આગળ જણાવ્યું છે કે, રાજ્યમાં વરસાદ ન બરાબર રહેવાની સંભાવનાઓ છે, પરંતુ દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી 3-4 દિવસ સુધી રાજ્યના આ જ વિસ્તારોમાં વરસાદ સિમિત રહેવાની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે, અને તે સાથે વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી કરી છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી જેના કારણે સારા વરસાદની કોઈ સંભાવનાઓ નથી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ ખેંચાયો તેની પાછળનું મહત્વનું કારણ અલનીનો હોવાનું જણાવ્યું છે, અને આ સાથે આગામી સમયમાં કોઈ નવી સિસ્ટમ બનશે તો વરસાદ થઈ શકે છે, પરંતુ નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની સંભાવનાઓ દેખાઈ રહી નથી.
સસ્તામાં આ એક કામ પતાવી નાખો એટલે જંજટ પૂરી! પછી દર મહિને લાઈટ બિલ ઝીરો જ આવશે, સરકાર પણ સપોર્ટ કરશે
બીજી તરફ રાજ્યના હવામાન નિષ્ણાત અને ખેડૂતોની વાત કરતા પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર મહિનાની 5 તારીખ પછી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને 16 લઈને 22-23 સપ્ટેમ્બર દરમિયાન જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ થઈ શકે છે. તેમણે સારા વરસાદ સાથે કૂવા અને બોર છલકાવાની પણ આગાહી કરી છે.