Gujarat Weather: હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ આગામી દિવસોમાં યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે હવામાન વિભાગે આજે રાજ્યના સાબરકાંઠા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે માવઠા નોંધાયા હતા. હવામાન વિભાગે હળવા વરસાદની સાથે કેટલી જગ્યાઓ પર ગાજવીજ સાથે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
તારીખ 4 એપ્રિલ ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે 5મી એપ્રિલે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર અને દ્વારકામાં વરસાદ થવાની સંભાવનાઓ છે.
મંગળવારે કરવામાં આવેલી 5 દિવસની આગાહીમાં 5મા દિવસે એટલે કે છઠ્ઠી તારીખે વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દિવસે હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદ દરમિયાન ઘરમાં રહેવાની તથા વીજળીના ઉપકરણો બંધ રાખવાની સલાહ અપાઈ છે. આ સિવાય ઝાડ કે વીજળીના થાંભલાની નીચે ના ઉભા રહેવાનું જણાવવામાં આવ્યું છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, ઘણા રાજ્યોમાં સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલ, જુઓ નવા ભાવ
36 વર્ષ પછી આ ગ્રહોના મહાસંયોગને કારણે જીવનમાં આવશે મોટી ઉથલપાથલ, આ 3 રાશિના લોકો ખાસ સાવધાન રહેજો!
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ થયા બાદ તરત જ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભું થવાના કારણે રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદ થવાની આગાહી છે.