હજુ એકવાર કમોસમી વરસાદ આવશે, આ માવઠું ખેદાનમેદાન કરશે તેવી અંબાલાલની આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાતમાં હજુ પણ કડકડતી ઠંડી આવી જ નથી. આખો ડિસેમ્બર અને અડધો જાન્યુઆરી મહિનો જતો રહ્યો, પરંતું લોકોને હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી. આમ જોઇએ તો ઠંડીની બદલે માવઠું આવ્યા કરે છે. જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત સર્જાશે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો અમુક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્રણ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જેમાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. તો બીજી તરફ, નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 10.2 ડિગ્રી તામાન, અમદાવાદમાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Ayodhya Ram Mandir: વિરોધ વચ્ચે 2 શંકરાચાર્યનું સમર્થન, કહ્યું- ‘રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હિંદુ રિવાજો પ્રમાણે છે’

ધોરણ 10 પાસ પછી પણ મળી શકે છે સરકારી નોકરી, પગાર પણ હશે શાનદાર, આ રહ્યા સ્કૉપ

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉથલપાથલ, 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે

ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.


Share this Article