Gujarat daily weather report : રાજ્યમાં બે દિવસ બાદ નવેમ્બર મહિનાની શરૂઆત થઇ રહી છે. ત્યારે ઠંડીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે, પરંતુ કાતિલ ઠંડી શરૂ થઇ નથી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી સપ્તાહે ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગે આપેલા દૈનિક હવામાન અહેવાલ મુજબ આજથી એટલે કે 30 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણ, દાદરા નગર હવેલી સહિત ગુજરાતના તમામ વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ક્યાંય વરસાદની સંભાવના નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આગામી સાત દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, ગુજરાત સુધી વાદળો પહોંચવાની શક્યતા છે. ૩ થી ૮ નવેમ્બર દરમિયાન એક મજબૂત વેસ્ટન વિક્ષેપ થશે. સાથે જ હિમાચલ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.
BREAKING: ભારતમાં ફરીથી બે ટ્રેનો ધડાકાભેર સામસામે અથડાઈ, લાશોનો ઢગલો, મોતનો આકંડો વધે એવી શક્યતા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને કતારની ઘટનાથી રોકાણકારોમાં ફફડાટ, ભારતને 20,300 કરોડનું નુકસાન
5થી 12 નવેમ્બર સુધી બંગાળની ખાડીમાં હળવા દબાણની સંભાવના રહેશે. આ દરમિયાન અરબ સાગરમાં હવાનું થોડું દબાણ પણ બની શકે છે. બંગાળની ખાડીમાં 16થી 24 નવેમ્બર સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. દક્ષિણ ભારતમાં 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદની સંભાવના રહેશે. આ સમય દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.