Gujarat rain update: રાજ્યમાં અત્યાર સુધી 98 ટકા વરસાદ નોંધાયો છે. આજથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર ઘટવાની શક્યતા જણાવવામાં આવી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જોકે, ફરી સિસ્ટમ બન્યા બાદ સારા વરસાદની આશા દેખાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીથી આગામી છ દિવસોમાં વરસાદ કેવો રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શનિવારે બપોરે આપેલી માહિતી મુજબ,ગત 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી હતી. જોકે, હવે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાના ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
કચ્છની વાત કરતા તેમણે જણાવ્યુ કે, આગામી પાંચ દિવસ ડ્રાય રહેવાની સંભાવના છે. આજથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં ઘટાડો થશે. જોકે, દક્ષિણ ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે અમદાવાદમાં 24 કલાકમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20ની ગતિએ પવન ફૂંકાવવાની સંભાવના છે. હાલ જે મધ્ય પ્રદેશની જે સિસ્ટમ બની છે, તેના દ્વારા આપણને વરસાદ મળી રહ્યો છે. તેના લીધે જ ભારે વરસાદની આગાહી હતી, હવે સિસ્ટમ ધીરે ધીરે નબળી બનશે. ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણો ઓછો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગની ઘાતક આગાહી, આજે 4 જિલ્લામાં બારે મેઘ ખાંગા, આખું ગુજરાત મેઘરાજાની લપેટમાં આવી જશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આ મહિનામાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. 13-14 સપ્ટેમ્બરે પણ લો-પ્રેશર બનશે અને વરસાદ પડે તેવી સંભાવના છે. 27 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વધુ એક ચક્રવાતની અસર થઈ શકે છે.’ આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે.