Gujarat Navratri Rain Update : રાજ્યમાં સરેરાશ 104 ટકા વરસાદ નોંધાયો છે, એટલે કે ગુજરાતમાં (gujarat) ચોમાસું સામાન્ય રહ્યું. પરંતુ મોટાભાગનો વરસાદ જુલાઈ મહિનામાં જ થયો અને ઓગસ્ટમાં માત્ર 10 ટકા જેટલો વરસાદ નોંધાયો. સપ્ટેમ્બરમાં થોડો વરસાદ થયો અને હવે ભેજના કારણે સામાન્ય વરસાદ એક બે દિવસ રહી શકે. ત્યારબાદ ચોમાસાની વિદાયની ઘડીઓ શરુ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી (paresh goswami) સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ‘ચોમાસાનું આગમન કેરળથી થાય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને છેલ્લે બનાસકાંઠા અને કચ્છમાં શરુ થાય છે. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય કચ્છ અને બનાસકાંઠાથી શરૂ થતી હોય છે. ચોમાસાની વિદાય લેવાની શરુઆત થયા બાદ સમગ્ર રાજ્યમાંથી વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગતો હોય છે. જો કે, ગુજરાતમાંથી 24 કલાકમાં વિદાય લેવાની શરુઆત થઈ જવાની સંભાવના છે.’
ચોમાસું વિદાય લે તેની ખબર કેવી રીતે પડે? – ભેજમાં સતત ઘટાડો થતો જાય અને સુર્યપ્રકાશનું રિફ્લેક્શન વધતું જશે. તેમજ પવનની દિશા બદલાય. ત્યારબાદ ચોમાસું વિદાય લેવાની શરુઆત થતી હોય છે. જો કે, ગુજરાતના વાતાવરણમાં ભેજ છે. આ ભેજનું પ્રમાણ ઘટતું જશે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થાય તેને માવઠું કહેવામાં આવે છે, અથવા પાછોતરો વરસાદ કહેવામાં આવે છે.
ઉપર ભેજ રહી ગયો હોય તેના કારણે ચોમાસા બાદ વરસાદ થતો હોય છે. જો કે, પરેશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, ‘નવરાત્રીમાં વરસાદ પડે તો માવઠાનો વરસાદ ગણવો પડે. પરંતુ નવરાત્રીમાં વાતાવરણ સુકું રહેશે તેવું અનુમાન છે. વરસાદ થશે તો પણ એકાદ બે વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાંપટા પડવાનું અનુમાન છે.’
મનસુખ માંડવિયાએ દીકરીને પાસ કરાવવા માટે NEET PGના નિયમોમાં ફેરફાર કર્યો? જાણો સત્ય શું છે
દિલ્હીના આઝાદપુર શાકભાજી માર્કેટમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા થયા
ભારતીય હેકર્સે દ્વારા કેનેડિયન આર્મીની વેબસાઈટને હેક કરવામાં આવી, રિપોર્ટમાં મોટો દાવો
તો બીજી તરફ, હવામાન વિભાગે જણાવ્યુ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, અને હવે ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય લેવાની ઘડીઓ ગણાઈ રહી છે. જો કે, હજુ 2થી 3 દિવસ સામાન્ય વરસાદની શક્યતા રહેશે. કારણ કે, ભેજનું પ્રમાણ વધારે છે. આજે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થશે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.