દેશભરમા હવે ઠંડા પવનો ફુંકાવવા લાગ્યા છે. ઉત્તર ભારત તો હિમવર્ષા પણ થઈ રહી છે. આ સાથે વાત કરીએ ગુજરાતની તો અહી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોમા ઠંડા પવનો વાય રહ્યા છે અને આગામી સમયમા તાપમાનમાં વધારે ઘટાડો થશે તેવી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.
રાજ્યમા હાલ સવારના સમયે ફુલગુલાબી ઠંડી શરુ થઈ ગઈ છે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યુ કે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને આગામી દિવસમાં એક ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. .આ સાથે નવેમ્બરની શરૂઆતમાં વાતાવરણમા નોંધનીય પલટો આવશે. ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી અનુભવાશે.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડીનો ચમકારો અનુભવાશે. 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. હાલ હિમવર્ષાને દિલ્હીનો પારો પણ ગબડી રહ્યો છે. આવનારા સમયમા સમગ્ર દેશમા ઠંડા પવનો શરૂ થઈ અને તાપમાન નીચે જવાની શકયતા છે.