૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણી પછી પણ પેપરલીક થવાનો મામલો યથાવત રહ્યો છે. યુવાનોનું ભવિષ્ય એકવાર ફરીથી ડામાડોળ થયું છે. રવિવારના દવિસે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ પરીક્ષા લેવામાં આવે તે પહેલા પેપર જતા થઈ જતા ગુજરાતભરના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં યુવા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારનો વિરોધ કરીને પુતળા દહન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં અનેક વખત પેપર ફૂટવાની ઘટના ઘટી છે અને યુવાના સપાના ચકનાચૂર થયા છે. જુનીયર કલાર્કનાં પેપર ફૂટવાના લીધે વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો.. આ અંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોનાં ભવિષ્ય સાથે ભાજપ સરકારે અવાર નવાર ચેડા કરીને સપના રોળી નાખ્યા છે. ૨૦૧૪થી ભાજપ સરકારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના અનેક વખત પેપર ફૂટી ગયા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, આજે ગામડામાં રહેતા મા- બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરા-દીકરીને સરકારી પરીક્ષા તૈયારી કરાવતા હોય છે પરંતુ પરીક્ષાના સમયે પેપર ફૂટી જતું હોય છે તેના લીધે પોતાન દીકરી -દીકરીના ભવિષ્ય બરબાદ થઇ જતા હોય છે. ભાજપ સરકારના પાપે પેપર ફૂટી રહ્યા છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યો હતા.
પેપરલીક થવાનું કારણ માત્ર ભજપ સરકાર છે
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા કહ્યું હતું કે, પેપરલીક થવાનું માત્ર ને માત્ર કારણ હોય તો ભાજપ સરકાર છે. છેલ્લા ઘણા સમયથી પરીક્ષાના સમયે પેપર ફૂટી જતું હોય છે. પેપર ફૂટ્યા પછી ભાજપ સકરાર માત્ર આશ્વાસન આપે છે, બીજું કશું થતું નથી અને આ સિલસિલો સતત યથાવત રહેતો હોય છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ રાજીનામું આપી દેવું જોઈએ કારણકે રાજ્યના યુવાનો તનતોડ મહેનત કરે છે જયારે પરીક્ષા આવે ત્યારે પીપરલીક થઈ જાય છે.
યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા
ગજરાત રાજ્યમાં જિલ્લાસ્તરે અને તાલુકાસ્તરે યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને ભાજપ સરકારનું પુતળા દહન કરવામાં આવ્યું હતું. યુવા કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચાર કરીને યુવાનો માટે ન્યાયની માંગ કરવામાં આવી હતી.