યુક્રેન પર કબજાે મેળવવા માટે રશિયા દ્વારા તેની રાજધાની કીવ પર કબજાે મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન યુક્રેનના કીવ સહિતના શહેરોના રસ્તાઓ પર રશિયાનું સૈન્ય પોતાનો દબદબો વધારી રહ્યું છે. આવામાં ગુજરાતી અને દેશના અન્ય ભાગોના વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમને સમજાતું નથી કે હવે યુદ્ધની સ્થિતિમાંથી બહાર નીકળવું તો કઈ રીતે નીકળવું? ઘણાં વિદ્યાર્થીઓને બંકરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓને રોમાનિયા-યુક્રેન બોર્ડર પહોંચવામાં સફળતા મળી છે જ્યારે કેટલાક ટ્રાફિકમાં અટવાયેલા છે.
આ સિવાય કીવી સહિતના શહેરોમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સમજાતું નથી કે તેઓ બહાર રશિયાના સૈનિકો અને તોપોથી બચીને કઈ રીતે રોમાનિયા-યુક્રેનની બોર્ડર પર પહોંચી શકશે.. પોતાને પડતી મુશ્કેલીઓ અંગે એક ગુજરાતી વિદ્યાર્થીએ વીડિયો દ્વારા વ્યથા વ્યક્ત કરી છે. એક ગુજરાતી વિદ્યાર્થી કે જેને અન્ય ભારતીય લોકો સાથે યુક્રેનના કીવ શહેરમાંથી બહાર નીકળવામાં સફળ તો મળી ગયા છે પરંતુ હવે રોમાનિયા-યુક્રેન બોર્ડર સુધી કઈ રીતે પહોંચવું તેને લઈને મુઝવણમાં છે.
આ વિદ્યાર્થીઓ દ્વારા ભારત સરકાર અને યુક્રેનમાં સ્થિત દુતાવાસ પાસે સતત મદદની માગણી કરવામાં આવી રહી છે. એક ગુજરાતી વિદ્યાર્થીએ જણાવ્યું કે તેઓને તથા અન્ય વિદ્યાર્થીઓને લઈને ટર્નોબિલ યુનિવર્સિટીથી બસ નીકળી છે, અહીંથી ૫૦, ૪૦, ૮૦ એમ અલગ-અલગ જથ્થામાં વિદ્યાર્થીઓને રોમાનિયાના બુખરેસ્ટ એરપોર્ટ સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રોમાનિયા બોર્ડર સુધી પહોંચવાના રસ્તે ૪૦ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ છે, ૩૦ કિલોમીટરનો રસ્તો બાકી છે ત્યાંથી વિદ્યાર્થીઓને ચાલીને આગળ વધવા માટે કહેવામાં આવ્યું છે.
આ વિદ્યાર્થીઓ પાસે પોતાનો સામાન છે અને તેને લઈને ચાલીને આગળ જવાનું છે, આ મથામણ વચ્ચે રોમાનિયા બોર્ડર પહોંચીને આ વિદ્યાર્થીઓને કેવી મદદ મળશે તે પણ તેમને ખબર નથી.
જે રસ્તેથી ચાલીને રોમાનિયા બોર્ડર તરફ આગળ વધવાનું છે ત્યાં રસ્તામાં નેટવર્કની પણ સમસ્યા હોવાનું વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
આ સાથે આ વિદ્યાર્થીઓ વ્યથા વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે, અમે બધી બાજુએથી ફસાઈ ગયા છીએ, સરકાર પાસે એટલી આશા છે કે અમારી મદદ કરવામાં આવે. અમારાથી થાય તેટલા પ્રયાસ અમે કરીશું. રિપોર્ટ્સ મુજબ આજે ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ખોટી ઉતાવળ ના કરવા માટે જણાવ્યું છે અને તેમને યુક્રેનમાં રહેલા ભારતીય દુતાવાસ દ્વારા કોઈ સંદેશ મળે તેની રાહ જાેવા માટે કહેવામાં આવ્યું છે.