Gujarat News: એક તરફ હવામાન જાણકાર પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતનું હવામાન પલટાવવાનું અનુમાન કર્યુ છે. આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યુ છે કે, માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફાર થશે અને તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. ત્યારે હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે માવઠું અને ઠંડી બધું એકસાથે આવવાની શક્યતા છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી અને આગળ વાત કરી કે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ 8 માર્ચે આગી ગઈ અને હવે એક બીજી વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચે આવી શકે છે. આ સાથે આંચકાનો પવન પણ ફુકાવાનો છે.
11થી 13 માર્ચના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતામાં હવામાનમાં ઘણા ફેરફાર થવાના છે. 20 માર્ચે સુર્ય ઉતરાધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાઈ શકે છે.
માવઠાંનો માર સહન કર્યા બાદ ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાશે, હવામાન વિભાગે કરી 5 દિવસની આગાહી
અયોધ્યાના આ મંદિરમાં ખુલ્લા પડી જાય છે હરેક રાઝ, ખોટુ બોલશો તો ધનોત-પનોત નીકળી જશે!
અંબાલાલે કહ્યું કે માર્ચ બાદ એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટા આવશે. ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે. આ સાથે 10 મેથી અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે જેનું પરિણામ ગુજરાતમાં પણ મોટાપાયે જોવા મળવાનું છે.