ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૬૨૭૫ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨૬૩ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૪,૧૬૩ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે સાજા થવાનો દર પણ ઘટીને ૯૫.૫૯ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં કુલ ૯૩,૪૬૭ વ્યક્તિઓને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૭૯૧૩ નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૬ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૨૭૮૮૭ નાગરિકો સ્ટેબલ છે. ૮૨૪૧૬૩ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૨૮ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર છે કે, આજના દિવસમાં એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. જે આડકતરી રીતે રાહતના સમાચાર કહી શકાય. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨ને પ્રથમ ૧૪૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૫૯૯ ને પ્રથમ અને ૧૧૪૨૭ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૪૬૭૧ને રસીનો પ્રથમ અને ૩૫૭૬૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો છે. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૭૮૫૭ તરૂણોને પ્રથમ ડોઝ અપાયો હતો. આજે ૯૩૪૬૭ કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૩૧,૧૮,૮૧૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.