‘બિપરજોય’ વાવાઝોડાથી સર્જાનાર આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યૂનિકેશન માટે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Cyclone Bipajoy : ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ ‘બિપરજોય’ વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં ૧૫૦ કિ.મી.થી વધુ ઝડપથી ભારે ૫વન તથા વરસાદની ૫રિસ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓ અને સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે.

GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના સહયોગ થકી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા હેમ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની વધુ અસરના લીધે વીજ પુરવઠો ખોરવાઇ જતા મોબાઇલ તથા અન્ય સંદેશાવ્યવહાર ઠપ્પ થઇ જાય તેવા સંજોગોમા હેમ રેડિયો ટીમ દ્વારા HF (હાઈ ફ્રિકવન્સી) તથા VHF (વેરી હાઈ ફ્રિકવન્સી) સંદેશાવ્યવહારની ગોઠવણ કરી સ્થાનિક વહીવટીતંત્ર તથા રાહત અને બચાવ કાર્ય કરતા વિવિધ વિભાગોને જરૂરી સંદેશાવ્યવહાર પૂરો પાડી શકાય છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા હાલમાં નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા ઉપરાંત સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. દરેક સ્ટેશન પર ત્રણ-ત્રણ સભ્યોની ટીમ તહેનાત કરવામાં આવી છે.

GIAR સંસ્થા દ્વારા અગાઉ ૫ણ સુનામી સમયે આંદામાન-નિકોબાર ખાતે, નેપાળમાં ધરતીકં૫ દરમ્યાન, સુરત પૂર હોનારત સમયે તથા વાયુ તેમજ નીલોફર વાવાઝોડા દરમ્યાન તેમજ તાઉતે વાવાઝોડા સમયે ૫ણ હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરીને રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.

આ પણ વાંચો

વાવાઝોડાથી અમારા જીવને પણ ખતરો છે, દરિયાકાંઠે રહીએ છીએ, અમારી ખબર પૂછવા પણ કોઈ નથી આવ્યું

જૂનમાં જ કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાના ઘા તાજા થયા, 10 હજાર લોકોના મોત, જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અંગે અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી, કહ્યું- જરાય હળવાશમાં ન લેતા, નહીંતર…

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થાના જનરલ સેક્રેટરી ડૉ. જગદીશ પંડ્યા તથા જોઇન્ટ સેક્રેટરી શ્રી પ્રવીણ વલેરા દ્વારા સમગ્ર આયોજન અને સંકલન કરવામાં આવી છે, જયારે રાજકોટથી સંકલન શ્રી નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે.


Share this Article