જ્યારે હાર્દિક પટેલ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાેડાયા, ત્યારે તેમની પાસેથી ૧૩૫ વર્ષ જૂની પાર્ટીના રાજ્ય એકમમાં નવો પ્રાણ ફૂંકશે તેવી અપેક્ષા હતી. જાેકે તે સમયને પાંચ વર્ષ પછી આ વર્ષના અંતમાં જ્યારે ફરી એકવાર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે પાટીદાર નેતા જે ૨૬ વર્ષની વયે જીપીસીસીના સૌથી યુવા કાર્યકારી પ્રમુખ બન્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે તેઓ ગુજરાત કોંગ્રેસમાં પોતાને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હોય તેવું અનુભવી રહ્યા છે.
કોંગ્રેસના રાજ્ય એકમની “કાર્યશૈલી” પર નારાજગી વ્યક્ત કરતા, હાર્દિક પટેલે બુધવારે દાવો કર્યો હતો કે નેતૃત્વ તેમની કુશળતાનો ઉપયોગ કરવા તૈયાર નથી. રસપ્રદ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના રમખાણો અને આગજનીના કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના ર્નિણય પર સ્ટે લગાવ્યા પછી તેમણે ચૂંટણી લડવાનો સંકેત આપ્યાના એક દિવસ બાદ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હાર્દિકે ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ ગુજરાતના રાજકીય મંચ પર પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો હતો.
જ્યારે તેણે પાટીદારો માટે ઓબીસી અનામતની માંગણી સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ રેલી યોજી હતી. જે સાથે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં રાજકીય દિશા અને ધોરણો બદલાઈ ગયા હતા. ત્યારબાદ તેમણે લોકસભા ચૂંટણી પહેલા માર્ચ ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જે પછી જુલાઇ ૨૦૨૦ માં જ્યારે તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે પક્ષમાં તેમનો ઉદય ઉલ્કાના ઉદયની જે જાજરમાન હતો જાેકે વધુ સમયે તે ચાલ્યો નહીં.
જાે કે, બુધવારે પત્રકારો સાથે વાત કરતા, હાર્દિકે લોકપ્રિય પાટીદાર નેતા નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવામાં “વિલંબ” અંગે કોંગ્રેસ નેતૃત્વને પ્રશ્ન કર્યો હતો. ”નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવા અંગે જે પ્રકારની વાતો ચાલી રહી છે તે સમગ્ર સમુદાય માટે અપમાનજનક છે. હવે બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી કોઈ ર્નિણય કેમ લેવામાં આવ્યો નથી? કોંગ્રેસ હાઈકમાન્ડ અથવા સ્થાનિક નેતૃત્વએ ઝડપથી ર્નિણય લેવો જાેઈએ.”
તેમ તેમણે કહ્યું હતું. હાર્દિકે દાવો કર્યો હતો કે પાટીદાર ક્વોટા આંદોલને ૨૦૧૫માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસને નોંધપાત્ર સંખ્યામાં બેઠકો જીતવામાં મદદ કરી હતી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે વિપક્ષે ૧૮૨ સભ્યોના ગૃહમાં ૭૭ બેઠકો જીતી હતી. જે ખૂબ જ અણધાર્યું સારું પ્રદર્શન હતું. પણ એ પછી શું થયું? કોંગ્રેસમાં પણ ઘણાને એવું પણ લાગે છે કે ૨૦૧૯ પછી પાર્ટી દ્વારા હાર્દિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી. તે એટલા માટે હોઈ શકે છે કારણ કે પાર્ટીમાં કેટલાક લોકો એવું વિચારે છે કે જાે મને આજે મહત્વ આપવામાં આવશે તો હું ૫-૧૦ વર્ષ પછી તેમની વૃદ્ધિને અવરોધીશ.”
આમ હાર્દિકે સ્પષ્ટ સ્વરુપે પાર્ટીના મોવડી મંડળ પર આરોપ લગાવ્યો હતો. જ્યારે હાર્દિકની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, ”પાર્ટી નરેશ પટેલનું સ્વાગત કરવા તૈયાર છે. ભૂતકાળમાં પણ અમે તેમની સાથે ચર્ચા કરી હતી. પરંતુ પાર્ટીમાં જાેડાવાનો અંતિમ ર્નિણય તેમની પાસે છે.” ઠાકોરે એમ પણ કહ્યું હતંમ કે, તેઓ હાર્દિકને મળીને પાર્ટી સાથેની તેમની નારાજગીને સમજવાનો પ્રયાસ કરશે અને નારાજગીને દૂર કરવામાં આવશે.