ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક લીધી મુલાકાત, સ્વચ્છતા માટે કર્યા સૂચન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આણંદ જિલ્લામાં નિર્માણ પામેલ પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે આણંદ ખાતે પધારેલા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કાર્યક્રમ બાદ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન મુસાફરો માટે બેસવાના બાંકડા, પીવાના પાણીની સુવિધા, પંખાની સુવિધા, સ્વચ્છતા સંદર્ભે શૌચાલયની સુવિધાની સાથે તેની સ્વચ્છતા જળવાય રહે તેમજ બસ સ્ટેન્ડ અને ત્યાં આવતી બસોની સફાઈ થાય છે કે કેમ તે સંદર્ભેની જાણકારી મેળવી પ્રવાસીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તાકિદ કરી હતી.

ગૃહ રાજય મંત્રીએ નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ નિરીક્ષણ કરી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓને બસસ્ટેન્ડમાં તાત્કાલિક નવા બાકડાઓ મુકવા તથા જ્યાં પણ પંખા નથી ત્યાં નવા પંખા લગાવવા, શૌચાલયની સફાઈ થાય તે માટેની વ્યવસ્થિત સુવિધા તથા મુસાફરોને પીવાનું પાણી મળી તે માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા અને તેની આસપાસ નિયમિત સફાઈ રાખવા અંગે સૂચના આપી હતી.

વિલંબથી PAN-Aadhar લિંક કરનારાઓના દંડથી સરકારની તિજોરી ભરાઈ, આશરે 2,125ની થઈ આવક

અયોધ્યાની રોનકમાં લાગશે ચાર ચાંદ, ભગવાન શ્રી રામના સાસરેથી આવશે પાઘડી, પાન અને મખાનાની ભેટ

Gujarat: ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ

ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વઓ યોગેશ પટેલ, વિપુલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર તથા અગ્રણી રાજેશ પટેલ ઉપસ્થિત રહયાં હતા.


Share this Article