ખાસ જાણી લો હવામાન વિભાગની નવી આગાહી, આજથી ગુજરાતમાં વરસાદની વિદાય, હવે રાજ્યમાં તડકો કહેશે મારું કામ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : છેલ્લા પાંચ દિવસથી પડી રહેલ વરસાદે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી હતી. તો બનાસકાંઠા સહિતનાં અનેક વિસ્તારમાં ખેતરમાં ઉભા પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેથી બાજરીનો પાક નિષ્ફળ ગયો હતો. તો બીજી તરફ અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જેથી લોકોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.  આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

23-24 સપ્ટેમ્બરે પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

આ બાબતે સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારમાંથી વરસાદ ઓછો થઈ જશે. જ્યારે  સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગમાં વરસાદી ઝાપટા પડી શકે છે,  પરંતું આગામી 23 તેમજ 24 તારીખે વરસાદની સંભાવનાં છે,  જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર,  પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં 23 થી 25 તારીખ સુધી વરસાદ પડી શકે છે.  હવે એવું કહી શકાય છે કે આ જે વરસાદ પડ્યો તે આ સિઝનનો સૌથી છેલ્લો વરસાદ હતો.

સિઝનનો 100% વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના  છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.

 

સોમી અલીનો ચોંકાવનારો ખુલાસો! સલમાન ખાનના પિતા સલીમે કર્યું તેની માતાનું શોષણ, કહ્યું- કેટરિના કૈફ પણ..

બીજેપી સાંસદ ગૌતમ ગંભીર શાહરૂખ ખાનનો મોટો ફેન બન્યો, ફોટો શેર કરીને લખ્યું – તમારી પાસેથી ઘણું શીખવાનું છે!

Breaking: બોલિવૂડને સૌથી મોટો ફટકો, 3 ઈડિયટ્સના અભિનેતાનું નિધન, બહુમાળી ઈમારત પરથી પડતા મોત

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલે કહ્યું  છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

 

 


Share this Article