સૌરાષ્ટ્ર હોય કે સોરઠ, અમદાવાદ હોય કે અમરેલી, સુરેન્દ્ર નગર હોય કે સુરત… આખા ગુજરાતમાં જ્યાં જુઓ તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 107 ટકા વધુ વરસાદ ચોમાસાના 15 દિવસમાં જ પડી ગયો છે.વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 8 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. એસજી હાઇવે, થલતેજ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતના 117 તાલુકામાં સવારના 8થી બપોર પછીના 4 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં 8 ઈંચ, અંજારમાં 8 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેને લઈને મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે.

ડરો નહીં, બધા માટે આધાર-પાન લિંક કરવું ફરજિયાત નથી, આ લોકોને મળી છે છૂટ, જાણો સરકારનો નવો નિયમ

રસ્તાઓ નદીમાં ફેરવાયા, મંદિરો ડૂબી ગયા, ગામો-ગામમાં નદીપુર આવી, આખા સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવો અનરાધાર વરસાદ

અંબાણી કે અદાણી નહીં આ માણસ પાસે છે દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત એટલી કે 10 મોટા એપાર્ટમેન્ટ આવી જાય

હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 24 કલાક લો પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે સામન્ય વરસાદની સંભાવના છે. ત્યારે નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી રહેલી છે, જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી રહેલી છે.


Share this Article