પાલનપુર, ભવર મીણા: રાજસ્થાનના આબુરોડ તેમજ અંબાજી અને ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ ગત રાત્રે ભારે વરસાદ પડતાં અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસનદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જેથી નદીના પટમાં ન ઉતરવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરતી બનાસનદીમાં ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ વરસતા નદીના પાણીના પ્રવાહ ભયજનક સપાટીએ ચાલી રહ્યો છે.જોકે સીઝનમાં પ્રથમ વખત બનાસનદી બન્ને કાંઠે ભયજનક સપાટી એ ચાલતા લોકોમાં આનંદ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લા વાસીઓ માટે જીવાદોરી સમાન ગણાતી બનાસનદીમાં પાણી નો ધોધ આવતા દાંતીવાડા ડેમની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,અમીરગઢ તાલુકા તેમજ દાંતીવાડા ડેમમાં પાણીનો વધતા ખેડૂતો માટે ખુશીની વાત છે. બનાસનદીમાં પાણી વધતા પાણીમાં ન ઉતરવા તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે