BREAKING: અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ, 7 અંડરપાસ કરાયા બંધ, વાસણા બેરેજના 12 ગેટ ખોલવામાં આવ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. બપોર પછી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ હતું, ત્યારબાદ સમીસાંજે શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થયું છે.

અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. મીઠાખળી, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર અને શાહીબાગ સહિતના અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.

શહેરના રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

શહેરમાં 6-7 વાગ્યા દરમિયાન 2 થી 3.5 ઇંચ સુઘી વરસાદ નોંધાયો છે. જ્યારે બોપલમાં એક કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. એક કલાકમાં શહેરમાં સરેરાશ 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. બીજી બાજુ વાસણા બેરેજના 12 ગેટ સાડા ત્રણ ફૂટ ખોલાયા છે.

આ સાથે જ અમદાવાદમાં વરસાદના કારણે ઝીરો વિઝિબિલીટી થઇ ગઇ છે. ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યાં જ ધોધમાર વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી પણ ભરાયા છે.

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.


Share this Article