ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામા આવ્યા છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમા હળવો વરસાદ થવાની શકયતા છે. આ અગાહીને જોતા હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામા આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમા આજથી આવતીકાલે રવિવાર અને સોમવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. ભાવનગરથી સૌરાષ્ટ્ર સૌધી મેધમહેર જોવા મળી શકે છે અને આવો જ વરસાદી માહોલ આગામી બે-ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં રહેશે. બીજી તરફ વાત કરીએ અત્યાર સુધીમા પડેલા વરસાદ અંગે તો નદીઓમાં પાણીની સપાટી વધી છે, ડેમો ઓવરફ્લો થયા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં સપાટી 138.67 મીટરે પહોંચી છે.
માહિતી મુજબ હજુ પણ સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ છે. 23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણીની જાવક છે. નદીમાં પાણીની કુલ જાવક 2,58,649 ક્યુસેક છે. છેલ્લા થોડા દિવસની વાત કરીએ તો વલસાડમાં ધમધોકાર ખાબકી રહ્યો છે. ચારેતરફ પાણી પાણી છે. વાપી, વલસાડ, કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
વલસાડમાં મેધરાજાની જોરદાર બેટિંગના કારણે હાલર તળાવ ઓવરફ્લો થયુ છે અને આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા છે. જો કે પાલિકાની ટીમ ઘટનાસ્થળે પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહી છે છતા પણ કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હેરાન થઈ રહ્યા છે.