હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમા ફરી એકવાર મેધરાજાની જોરદાર એંટ્રી થવાની છે. હવામાન વિભાગના નિયામક મનોરમાએ માહિતી આપી છે કે બુધવાથી આગામી પાંચ દિવસમાં રાજ્યના અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે.
માહિતી મુજબ 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધબધબાટી બોલાવશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શકયાતા છે. આ સાથે વાત કરીએ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમા નોંધાયેલા સીઝનના વરસાદની તો આ આંકડો 102 ટકા થઈ ચૂક્યો છે.