રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ચારે તરફ મેધમહેર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમા તો ચારેતરફ પાણી પાણી થઈ ગયુ છે અને બીજી તરફ હજિ પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. હવામન વિભાગ દ્વારા આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં મેધરાજા જોરદાર બેટિંગ કરે તેવી શકયતા છે.
આ સિવાય વાત કરીએ ઉતર ગુજરાતની તો આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમા પણ જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં ભારે વરસાદ ખાબકી શકે છે.કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની પડે તેવી શકયતા છે.
સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યમાં મેઘમહેરથી જળાશયોમાં પાણીની આવક વધી છે. ગુજરાતમાં નર્મદા ડેમમા 63.32% ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 53 જળાશયો હાલ રાજ્યમા છે અને આ તમામને હાઈએલર્ટ પર રખાયા છે. આ સિવાય 80 ટકાથી વધુ ભરાયેલા 8 જળાશયો છે જેને પણ એલર્ટ પર રાખવામા આવ્યા છે. 70 ટકાથી વધુ ભરાયેલા 14 જળાશયો વોર્નિંગ પર છે અને જ્યારે 131 જળાશયોમાં 70 ટકાથી ઓછુ પાણી છે.
રાજ્યમા પડેલા વરસાદ અંગે વાત કરીએ તો અત્યાર સુધીમા રાજ્યમાં 22 ઈંચ સાથે 66.06 ટકા વરસાદ નોંધાયો છે. ખાલી છેલ્લા 24 કલાકમાં જ 232 તાલુકાઓમાં પાણી પાણી થયા છે. થરાદમાં 5.90 ઈંચ. લાખાણીમાં 4 ઈંચ, , પાલનપુરમાં 3 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, દાંતામાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ કઠલાલમાં 3.50 ઈંચ, સુઈગામમાં 3.25 ઈંચ. વડગામમાં 3.25 ઈંચ, મહુધામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.