સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યા પછી હવે ઉત્તર ગુજરાત પર પણ મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. સાબરકાંઠાના ઈડરમાં તથા અરવલ્લીના ભીલોડામાં ગઈકાલે ભારે વરસાદ નોંધાયો હતો. હજુ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જાેકે, આ પછી ધીમે-ધીમે રાજ્યમાં વરસાદનું જાેર ઘટતું જશે. ચાલુ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં પણ હળવો વરસાદ રહેશે. આજે રાજ્યના મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે, રાજ્યમાં આજે ક્યાંય ભારે કે અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.
એક અઠવાડિયા પછી એટલે કે ઓગસ્ટ મહિનાના શરુઆતના અઠવાડિયામાં ફરી એકવાર વરસાદનું જાેર જાેવા મળશે અને તે દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં તાપી નદીનું જળ સ્તર વધવાની સંભાવના છે. ૨ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૮થી ૩૦ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભોગોમાં સારો વરસાદ રહેવાની સંભાવના રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.
ગઈકાલે સાબરકાંઠાના ઈડરમાં કડાકા સાથે ૪ ઈંચ જેટલો વરસાદ થયો હતો જ્યારે અરવલ્લીના ભીલોડામાં ૩.૫ ઈંચ વરસાદ વરસી ગયો હતો. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા અતિથી અતિભારે વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાં ખેતી લાયક વરસાદ થાય તેની રાહ જાેવાઈ રહી હતી. ચાલુ અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અમદાવાદમાં પાછલા કેટલાક દિવસોથી મોડી સાંજે તથા રાત્રે વરસાદી ઝાપટાં છૂટાછવાયા વિસ્તારમાં થતા રહે છે. આજ રીતે આગામી દિવસોમાં પણ શહેરમાં તથા આસપાસના ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. ગઈકાલે સાંજે તથા રાત્રે પણ શહેરના કેટલાક ભાગો તથા ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા.