રાજ્યમાં મેધરાજા જતા જતા પણ અનેક જિલ્લાઓને બરાબરના ધમરોળશે તેવી આગાહી કરવામા આવી છે. ચોમાસું વિદાય લેતા વેળાએ વિસ્તારોમાં ઝાપટાં થવાની સંભાવના છે. આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેધમહેર જોવા મળશે. બીજી તરફ કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યુ છે.
આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓના રંગમા ભંગ થવાની શકયતા છે. નવરાત્રી દરમ્યાન સામાન્ય વરસાદ થાય તેવી શકયતા છે. આ અગાઉ હવામાન વિભાગે કહ્યુ હતુ કે બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની દીશા ફંટાઈ ગઈ છે.
આ વચ્ચે હવે કહેવામા આવ્યુ છે કે દક્ષિણ ગુજરાતમાં મેધમહેર જોવા મળશે. જો કે હવે ભારે વરસાદ થશે નહી. હવામન વિભાગની આગાહી મુજબ 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે.