ગુજરાત પર આવશે બેફામ વરસાદ આપતી સિસ્ટમ, આ દિવસથી બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, જાણો નવી આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

હવામાન વિભાગ દ્વારા કેટલાક ભાગોમાં છૂટોછવાયો ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોની આગાહી કરીને અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ કેટલીક મહત્વની વાત જણાવી છે. જેમાં રાજ્યના દક્ષિણ તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેવા સાથે ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતી જણાવે છે કે, આગામી બે દિવસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદની સંભાવના છે તે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં રહી શકે છે.વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવા કે સામાન્ય વરસાદ સાથે ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ રહેવાની સંભાવના છે અને તેની સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. જોકે, રાજ્યના અન્ય ભાગો માટે નજીકના દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.અમદાવાદ માટે આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, અમદાવાદમાં વરસાદની વધુ સંભાવનાઓ નથી પરંતુ મોટાભાગે હળવો કે સામાન્ય વરસાદ રહી શકે છે.

ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે

એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે

સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર

તાપમાન પણ સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરીને તેમાં વધારો નહીં થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.ડૉ. મોહંતી જણાવે છે કે, દક્ષિણ યુપીના મધ્ય ભાગમાં એક સર્ક્યુલેશન છે જેની અસરથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર અસર કરશે અને તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.બાલાલે પણ વરસાદની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 15 જુલાઈ સુુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે, ત્યાર બાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. આ પછી સિસ્ટમ સક્રિય થવાથી 16થી 18 જુલાઈમાં વરસાદનુ જોર વધવાની સંભાવનાઓ છે.


Share this Article