ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. જો વાત કરીએ 2017ની તો ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા. આ વખતે ગુજરાતમાં 4.9 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તો વળી ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કામાં મતદાન થઈ જશે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાનનું જાહેરનામું 5 નવેમ્બરે બહાર પડશે. બીજા તબક્કાનું જાહેરનામું 10 નવેમ્બરે બહાર પડશે.
આ વખતે એક એ પણ સારી ખબર છે કે મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.