Gujarat News: અંકલેશ્વર GIDC માં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.આગ એટલી વિકરાળ છે કે આગના ધૂમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર,પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બને છે.ત્યારે આજે વહેલી સવારે પણ GIDC વિસ્તારમાં લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ છે.આગ એટલી વિકરાળ છેકે,તેના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા હતા.આગની જાણ અંકલેશ્વર DPMC અને પાનોલી DPMC ના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISHની ટીમ ઘટના સ્થળે હાજર છે.