આજકાલ પતિ પત્ની અને વોના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો પરિવાર જ સમાધાન કરાવી દેતો હોય છે જ્યારે કેટલાક કિસ્સા પોલીસ ચોપડે ચડે છે. જાેકે ભલે આવી ઘટનામાં સમાધાન કરાવવામાં આવે પરંતુ એકવાર પતિ પત્નીના સંબંધમાં કોઈ ત્રીજુ આવી જાય છે પછી ફરી ક્યારેય બંનેના સંબંધોમાં પહેલા જેવી ઉષ્મા રહેતી હતી. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે જેમાં પતિ લગ્ન પછી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પત્ની પર ત્રાસ ગુજારી ધમકી આપતો હતો.
આ મામલે પતિ અને અન્ય સાસરિયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરણી રોડ વિજયનગરની પાછળ શ્રી નિધિ ફ્લેટમાં રહેતા રમીલાબેન (નામ બદલાવેલ છે) મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં તા.૦૫-૦૩-૨૦૧૩ ના રોજ રાજેશ શાહ(નામ બદલાવેલ છે) (રહે.સોની વાડ, ગણેશ ફર્નિચર પાસે, ગોધરા) સાથે કર્યા હતા. મને સંતાનમાં એક પુત્ર છે.
લગ્ન પછી મને જાણ થઇ હતી કે, મારા પતિને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે. પરંતુ મેં પ્રેમ લગ્ન કર્યા હોઇ અવાર-નવાર મારા પતિને સમજાવતી હતી. જાેકે તેઓ એક માનતા ન હતા અને પછી તો દરરોજ દારુ પીને ઘરે આવતા હતા.અને મારા પર અમાનુષી ત્રાસ ગુજારી ર્નિદયી રાક્ષસ જેવો પ્રકોપ કરી અસહ્ય માર મારતા હતા.આ ત્રાસની જાણ મારા સાસુ, સસરા, દિયેર અને દેરાણીને કરતા તેઓ મારી વાત માનતા નહતા.અને મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવતા હતા.
પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ‘મને લગ્ન કર્યા પછી ક્યારેય પિયર જવા દેતા નહતા. તા.૧૪-૧૨-૨૦૨૧ના રોજ મારા પતિ દારુ પીને આવ્યા હતાઅને મને બીભત્સ ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે, મારે મારી પ્રેમિકાને પરણીને લાવવાની છે. મારા પિતા પણ મને સાથ આપે છે.
મારા સાસુને પતિએ કહ્યું હતું કે, આને પિયર જવા ના દેવાય, આને અહીં જ પતાવી દઇએ તો બીજી પત્ની લાવવાનો રસ્તો ખુલ્લો થાય. મારો ચોટલો પકડી ઘરની બહાર ઢસેડીને માર માર્યો હતો. મારા સાસુ અને પતિ દોરડાથી મારું ગળું બાંધવા જતા હતા.પરંતુ હું ઘરની બહાર દોડી જતા મારો જીવ બચી ગયો હતો. મારા પતિની પ્રેમિકાને જાણ હતી કે, હું પરિણીત છું, અને મને સંતાનમાં એક પુત્ર છે. તેમ છતાંય મારા પતિ સાથે સંબંધ રાખી વ્યભિચારી જીવન જીવી મારો ઘરસંસાર તોડવા માટે તે પણ જવાબદાર છે.’